તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 4 કેસ સામે 9 દર્દી સ્વસ્થ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીના મોત

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત નોંધાયા છે.

આજે 9 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 4 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 9 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

2 કેસ શહેરી વિસ્તારમાં તો 2 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

જામનગર જિલ્લામાં આજે 4 કેસ નોંધાયા છે. જેમાં 2 કેસ શહેરી વિસ્તારમાં તો 2 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 9 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યાં છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 લાખ 18 હજાર 353 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 3 લાખ 4 હજાર 602 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...