ભાસ્કર એક્સકલુઝિવ:જામનગર જિલ્લામાં  2017-18માં મંજૂર થયેલા 62માંથી 9 પેટા આરોગ્ય કેન્દ્ર હજુ બન્યા નથી, 16 નું કામ અધુરૂં

જામનગર15 દિવસ પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આટલી મળી હતી મંજૂરી : જામનગર તાલુકામાં 34, ધ્રોલમાં 2, જામજોધપુરમાં 3, જોડિયામાં 5, કાલાવડમાં 4, લાલપુરમાં 14 મકાનો મંજૂર થયા હતાં
  • 37 પેટા આરોગ્ય કેન્દ્રનું કામ પૂર્ણ: જમીન ફાળવણીના પ્રશ્નો, ફીનીશીંગ વર્ક બાકી, PIUના બદલે R&B કામગીરી કરશે તે પરિપત્રના કારણે કામગીરીમાં વિલંબ

જામનગર જિલ્લામાં વર્ષ 2017-18 માં રાજય સરકારે જામનગર તાલુકામાં 34, ધ્રોલમાં 2, જામજોઘપુરમાં 3, જોડિયામાં 5, કાલાવડમાં 4 અને લાલપુરમાં 14 પેટા આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામને મંજૂરી આપી હતી. પરંતુ 4 વર્ષ થવા છતાં 9 પેટા આરોગ્ય કેન્દ્ર હજુ બન્યા નથી. જયારે 16 કેન્દ્રનું કામ હજુ અધુરૂં છે. 37 પેટા આરોગ્ય કેન્દ્રનું કામ પૂર્ણ થયું છે. જમીન ફાળવણીના પ્રશ્નો, ફીનીશીંગ વર્ક બાકી, પીઆઇયુના બદલે આર એન્ડ બી વિભાગ કામગીરી કરશે તે પરિપત્રના કારણે કામગીરીમાં વિલંબ થઇ રહ્યાનું પીઆઇયુ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ છેવાડાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે રાજય સરકાર દ્રારા 6 તાલુકામાં 62 પેટા આરોગ્ય કેન્દ્રના મકાનના નિર્માણ કરવાની મંજૂરી આપી હતી. જૂના સેન્ટરોના જે મકાનો ખખડધજ હાલતમાં હોય તેમના સ્થાને નવા પેટા આરોગ્ય કેન્દ્ર માટે નવી ઇમારત બનાવાની કામગીરી હાથ ધરવામાં આી હતી.

જેમાં જામનગર તાલુકામાં 34, ધ્રોલમાં 2, જામજોઘપુરમાં 3, જોડિયામાં 5, કાલાવડમાં 4 અને લાલપુરમાં 14 પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનો સમાવેશ કરાયો હતો. પરંતુ પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર થયાને 4 વર્ષ થવા છતાં 62 માંથી ફકત 37 કેન્દ્ર બન્યા છે. જયારે 9 કેન્દ્રનું કામ હજુ શરૂ થયું નથી તો 16 કેન્દ્રનું કામ હજુ અધુરૂં છે. જેના કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આવું શું કામ થયું ? ભાસ્કરની તપાસમાં ખુલ્યા આ કારણો...|જમીન ન મળતા, કામગીરીમાં ફેરફાર, અધુરૂં કામથી વિલંબ

પેટા આરોગ્ય કેન્દ્રકારણ
જામજોધપુર, બગધરાજમીનની ફાળવણી નહી
અલીયા, જામનગરજમીનની ફાળવણી નહી
મોટા થાવરિયા, જામનગરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
લાખાણી, જામનગરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
સચાણા, જામનગરફીનીશીંગ વર્ક ચાલુ
નાની માટલી, જામનગરજમીનની ફાળવણી નહી
મોખાણા, જામનગરજમીનની ફાળવણી નહીં
ખીલોસ, જામનગરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
શેખપાટ, જામનગરજમીનનો પ્રશ્ન, સ્થાનિક સમસ્યા
આમરા, જામનગરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
ચંદ્રગઢ, જામનગરકમ્પાઉન્ડ વોલ, એચઓ લેવલ
દોઢિયા, જામનગરજમીનની ફાળવણી નહીં
પેટા આરોગ્ય કેન્દ્ર
દિગ્વિજય ગ્રામ, જામનગરજમીનની ફાળવણી નહી
નાની ખાવડી,જામનગરફીનીશીંગ વર્ક બાકી
બેડ-3, જામનગરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
મોટી ખાવડી-2, જામનગરફીનીશીંગ વર્ક બાકી
કુન્નડ, જોડિયાકમ્પાઉન્ડ વોલ, એચઓ લેવલ
જોડિયા-3, જોડિયાજમીનની ફાળવણી નહી
રીંજપર, લાલપુરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
લાલપુર-4, લાલપુરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
સણોસરા, લાલપુરજમીનની ફાળવણી નહી
નવા ઘુણીયા, લાલપુરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
મોટી વેરાવડ, લાલપુરકમ્પાઉન્ડ વોલ એન્ડ એચઓ લેવલ
મેઘપર, લાલપુરપીઆઇયુને બદલે આરએન્ડી વિભાગ કામ કરશે
ચેલા, જામનગરજમીનની ફાળવણી નહી

ક્વોલિટી મેડિકલ ઓફિસરે કહ્યું...
રાજય સરકારમાં મંજૂરી, ટેન્ડર પ્રક્રિયાના કારણે કામગીરી બાકી
રાજય સરકાર દ્રારા જામનગર જિલ્લામાં વર્ષ 2017-18 માં 62 પેટા આરોગ્ય કેન્દ્રના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી 37 નું કામ પૂર્ણ થયું છે. બાકીના નવ પેટા આરોગ્ય કેન્દ્ર માટે જમીનના પ્રશ્નો તેમજ અન્ય પેટા કેન્દ્રો માટે રાજય સરકારમાં મંજૂરી, ટેન્ડર પ્રક્રિયાના સહિતની કામગીરી ચાલી રહી છે. જેના કારણે કામગીરી હજુ અટકેલી છે> ડો.આર.બી.ગુપ્તા, કવોલીટી મેડીકલ ઓફીસર , જામનગર.

જમીન ન મળતા પેટા આરોગ્ય કેન્દ્રોની કામગીરીમાં અવરોધ
રાજય સરકાર દ્રારા વર્ષ 2017-18 માં 62 પેટા આરોગ્ય કેન્દ્રની ઇમારતના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ જમીન ન મળતા 9 કેન્દ્ર અને તા. 5-3-2022 ના રાજય સરકારના પીઆઇયુ વિભાગ હસ્તકના પેટા આરોગ્ય કેન્દ્રના કામ પંચાયત વિભાગના આરએન્ડબી વિભાગ કામગીરી કરશે તે પરિપત્ર સહિતના સ્થાનિક પ્રશ્નોને કારણે 16 કેન્દ્રનું કામ બાકી છે.> એ.યુ.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, પ્રોજેકટ ઇમ્પીલીમેટશન યુનિટ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...