તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જામનગર જિલ્લામાં રૂ.829 લાખના ખર્ચે 369 કામોને બહાલી અપાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉર્જા મંત્રીએ પણ વર્ચ્યુઅલ જોડાઇને બાકી રહેલા કામોની માહિતી મેળવી.
  • નવનિયુકત કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજુરી

જામનગર જિલ્લા આયોજન મંડળ દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર સૌરભ પારધી અને સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રી સૌરભ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતાં. બેઠકમાં મંત્રીએ જિલ્લામાં અને તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલા કામની માહિતી મેળવી લોકવિકાસના કામને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી તરીકે સૌરભભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલા જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી 15 ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.728.03 લાખના 321, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. 81 લાખના 49.5 ટકા પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.20 લાખના 8 કામ મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.829.03 લાખનાં કુલ 369 કામ સર્વાનુમતે મંજુર કરાયા હતા. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારી અને સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કામોનો ઉલ્લેખ ન કરાતા આશ્ચર્ય
જામનગર જિલ્લાની આયોજન મંડળની બેઠકમાં જિલ્લામાં રૂ.829 લાખના ખર્ચે 369 કામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં કયાં સ્થળે કયાં કયાં પ્રકારના વિકાસકાર્યો કરવામાં આવશે તેનો કોઇ ઉલ્લેખ કરવામાં ન આવતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. તંત્રની મોટાભાગની બેઠકમાં ફકત આંકડાની માયાજાળ રજૂ કરવામાં આવે છે પરંતુ કામના પ્રકાર અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...