તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રીન ગુજરાતને કોરોનાનું ગ્રહણ:જામનગર જિલ્લામાં 3.45 લાખ રોપા ઓછા તૈયાર થયા

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષની સરખામણીમાં રોપા તૈયાર કરવાના લક્ષ્યાંક પર સરકારે કાતર ફેરવી દીધી
  • હાલાર પંથકમાં પર્યાવરણ પ્રેમીઓ નારાજ બન્યા

વૃક્ષએ જીવનદાતા છે આ વાત સરકાર જાણે ભૂલી જ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, વર્ષ 2019- 20 દરમિયાન જામનગર જિલ્લાની જુદી જુદી નર્સરીઓમાં 18 લાખ 45 હજાર રોપા તૈયાર કરવામાં આવ્યા હતાં. જેની સામે વર્ષ 2020- 2021માં માત્ર 15 લાખ રોપા જામનગર જિલ્લાની નર્સરીઓમાં તૈયાર કરવામાં આવ્યા છે.

આથી વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં 3,45,000 રોપા ઓછા તૈયાર કરવામાં આવતા સરકારે રોપા તૈયાર કરવાના લક્ષ્યાંક પર ઉપર જાણે કાતર ફેરવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ કોરોનાના કારણે સરકાર દ્વારા ગ્રાન્ટ ઓછી મળતા 2020- 2021 રોપા ઓછા તૈયાર કરવામાં આવ્યા હોવાનું વનવિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

ક્યાં તાલુકામાં ગયા વર્ષે અને આ વર્ષે કેટલા રોપા તૈયાર થયા

તાલુકો2019-202020-21
જામનગર375000312000
લાલપુર360000302000
કાલાવડ375000302000
જામજોધપુર360000282000
ધ્રોલ340000302000
જોડીયા350000

જિલ્લાની જરૂરિયાત પ્રમાણે રોપા તૈયાર કરાય છે : વન વિભાગ
દરેક જિલ્લાની જરૂરિયાત પ્રમાણે નર્સરીઓમાં રોપા તૈયાર કરવામાં આવે છે. જામનગર જિલ્લાની સ્થિતિ શું છે તે જાણવી પડે ત્યારબાદ હું જણાવી શકું.> અશ્વિન પરમાર, કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, રાજકોટ

ફકત ફળાઉ, સાગ અને અન્ય રોપા વધ્યા
જામનગર જિલ્લામાં કાર્યરત વનવિભાગની નર્સરીઓમાં વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21 માં ફકત ત્રણ રોપા વધુ તૈયાર થયા છે. જેમાં વર્ષ 2019-20માં સાગ 9655 રોપા સામે વર્ષ 2020-21માં 14845 તૈયાર થયા છે. જયારે ફળાઉ 590385 ની સામે 817742 અને અન્ય રોપા 643165 ની સામે 159523 તૈયાર થયા છે.

આ 7 રોપાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો

રોપાવર્ષ 2019-202020- 21
નીલગીરી8866066410
અરડુસો7106036830
લીમડો168590142345
શરૂ8113566780
દેશીબાવળ2817015345
બંગાળી બાવળ6106053150
ફૂલછોડ10312073030

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...