ક્રાઇમ:જામનગર જિલ્લામાં 11 મહિલા સહિત 26 શખ્સ જુગાર રમતા ઝડપાયા , રોકડા રૂ.43775 કબજે કરી જુગાર, જાહેરનામાં ભંગનો ગુનો નોંધી પોલીસની તપાસ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપીયા, મોટીગોપ, સિકકા, લાલપુર અને વાલાસણ ગામે પોલીસના દરોડા

જામનગર જિલ્લામાં 11 મહીલા સહીત 26 શખસોને પોલીસે જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ.43775 કબજે કરી જુગાર, જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે અપીયા, મોટીગોપ, સિકકા, લાલપુર અને વાલાસણ ગામે દરોડા પાડયા હતાં. લાલપુર તાલુકાના અપીયા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા હમીર આલા નંદાણીયા, ગોવિંદ જગાભાઇ નંદાણીયા, બુધા કારાભાઇ ગાગીયા, ધીરૂ ઉકાભાઇ રાઠોડ, માલદે ચનાભાઇ ગાગીયાને પકડી પાડી રોકડા રૂ.5570 કબજે કર્યા હતાં. જયારે જામજોઘપુર તાલુકાના મોટી ગોપ ગામે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા સંગીતાબેન રાજેશાભાઇ જોશી, અમીનાબેન અબુભાઇ ધુધા, હલ્લુબેન ઇશાભાઇ ધુધા, ભાવુબેન રામભાઇ કરથીયા, રામભાઇ રૂડાભાઇ કરથીયાને પકડી પાડી રોકડા રૂ.10230 કબજે કર્યા હતાં.

દરોડા દરમ્યાન ભરત ઉર્ફે ભગત માલદેભાઇ પાથર ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સિકકામાં મારૂતીનગરમાં ઇલાબા દિપેશસિંહ ચાવડા, અંજુબેન રામભાઇ સામાણી, આનંદબા વનરાજસિંહ ચુડાસમા, રામીબેન કેશુભાઇ ચુડાવદરા, ગીતાબેન નિર્મળકુમાર શર્મા, ઉર્મીબેન રાઠોડ, રીટાબા હર્શતસિંહ ચુડાસમાને પકડી પાડી રોકડા રૂ.10250 કબજે કર્યા હતાં. લાલપુરમાં પાણીના ટાંકા પાસે ગંજીપાના વડે જુગાર રમતા કિશોર જેઠીરામ શ્રીમાળી, પાલાભાઇ ભીમાભાઇ ગમારા, નાઠાભાઇ ભીમાભાઇ ગમારા, ભીખા પોલાભાઇ બગડા, સુરેશ મારખીભાઇ કાંબરીયા, રાજુભાઇ મુળજીભાઇ વીંજુડાને પોલીસે પકડી પાડી રોકડા રૂ.12305 કબજે કર્યા હતાં. જામજોઘપુરના વાલાસણ ગામે તીનપતીનો જુગાર રમતા ધ્રુવરાજ વિક્રમભાઇ ચાવડા, દિનેશ ગોવિંદભાઇ રાંદલપરા અને હાર્દ બુકેરાને પકડી પાડી રોકડા રૂ.5420 કબજે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...