તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 6 કેસ સામે 16 દર્દી સ્વસ્થ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર દરમિયાન 7 દર્દીના મોત

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે તો કોરોનાની સારવાર દરમિયાન 7 દર્દીઓના મોત નોંધાયા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 6 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 16 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 6 કેસ નોંધાયા છે. જેમાં 5 કેસ શહેરી વિસ્તારમાં તો 1 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 16 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 લાખ 11 હજાર 834 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 99 હજાર 901 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...