તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:જામનગર જિલ્લામાં 5 દરોડામાં જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરમાં વર્લી-મટકાના જુગાર પ્રકરણમાં 8 શખ્સોને ફરાર દર્શાવાયા

જામનગરના ધરારનગર વિસ્તારમાં સાતનાલા પાસે ગુલામે અલીઅસગર ચોક પાસે સાંજે દરોડો પાડી ભારતીય ચલણી નોટોના નંબર પર એકી-બેકીના આંકડા બોલી હાર-જીત કરી જુગાર રમતા અકબર દાઉદભાઇ જુણેજા, જુમા ઓસમાણભાઇ દલ, જાવીદ ઉર્ફે લંઘો જમાલભાઇ ખુંભીયા, હશન કમાલભાઇ સાટી, જાફરભાઇ ઇશાકભાઇ શેખ નામના શખ્સોને પોલીસે રૂા.2960ની રોકડ સાથે પકડી પાડયા હતા.

જયારે પોલીસના દરોડા દરમ્યાન આસીફ અબ્બાસભાઇ ભડાલા, રવી અશોકભાઇ રાઠોડ અને આરીફ ઘુઘા નામના ત્રણેય શખ્સો નાસી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જયારે મેઘપર પોલીસે જાખર ગામે તરફ જવાના રસ્તે પઠાપીરની જગ્યાની બાજુમાં ગાયત્રી હોટલના ખુલ્લા પાર્કિંગમાં લાઇટના અંજવાળે જુગાર રમતા જોરાસિંગ મેવા રામા, વિકાસસિંહ કવરસિંગ યાદવ, સમસેરસીંગ મહેન્દ્રસિંગ, ચમેલસિંહ ગોપીચંદ્ર રાજપુત નામના શખ્સોને પકડી પાડયા છે. પોલીસે આ શખ્સોનો કબ્જામાંથી રૂા.14,040નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે જામજોધપુર પોલીસે વાલાસણ ગામે દરોડો પાડી આંબેડકર સોસાયટી તરફ જવાના રસ્તે જુગાર રમી રહેલા જેમલભાઇ તૈયબભાઇ શેખને પકડી પાડયો હતો. પોલીસે આ શખ્સના કબ્જામાંથી રૂા.3070ની રોકડ કબ્જે કરી હતી. આ દરોડા દરમ્યાન આસીફ કાદર રહે.વાલાસણ ગામ, હાસમ મુસા રહે.વાલાસણ, અલી લાખા રહે.વાલાસણ, હાજી તૈયબ રહે.વાલાસણ, કિશોરસિંહ જાડેજા રહે-ધ્રાફા, રમેશ રણછોડ રહે.વાલાસણ, દિલો રહે.પાનેલી, કાસમ રહે.પાનેલીવાળા શખ્સો ફરાર થઇ ગયા હતા.

લાલપુર પોલીસે બાલધા ગામે દરોડો પાડી તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમતા સાજીદ તૈયબભાઈ નાઈ, હનીફ જમાલશા શેખ, હાસમભાઇ સુલેમાનભાઈ સમા, હુસેન સુલેમાનભાઈ સમા નામના શખ્સોને રૂા.880ની રોકડ સાથે પકડી પાડયા હતા.

શેઠવડાળા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવીણભાઇ બચુભાાઇ મકવાણા, દીનેશભાઇ અમરાભાઇ મકવાણા, લાખાભાઇ અરજણભાઇ કાંબરીયા, વજશીભાઇ ગોવાભાઇ ગોજીયા નામના શખ્સોને રૂા.30,550ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...