તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ:જામનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાએ 39 દિવસમાં 2 હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 108 ની 19 એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત અને દિવસ કાર્યરત

જામનગર જિલ્લામાં પણ કોરોના કાળમાં 108 એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો ત્યારે અનેક દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને તેમના જીવ બચાવવાની ફરજ 108 એમ્બ્યુલન્સ દ્વારા સુપેરે નિભાવવામાં આવી છે.

દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે અને તેમને તત્કાળ સારવાર ઉપલબ્ધ થાય તે માટે કોવિડ કાળમાં જિલ્લા કલેક્ટર રવિશંકરના સુચારૂ આયોજન અને સીધી દેખરેખ હેઠળ 108 દ્વારા અહર્નિશ ફરજ બજાવવામાં આવી રહી છે. તા.1લી એપ્રિલથી લઈ તા.9મી મે સુધીના માત્ર 39 દિવસના ટૂંકાગાળામાં જ 2,000 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે અને આ કામગીરી હજુ ઉચ્ચ સ્તરે લઈ જવા સમગ્ર સ્ટાફ કટિબદ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અત્યાર સુધી 16 108 એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં કાર્યરત હતી. ત્યારે જામનગર જિલ્લાને પણ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ મળી હતી. આમ હાલ જામનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ તેમજ તેના મેડિકલ, પાયલોટ સહિત 76 કર્મીઓનો સ્ટાફ કોવિડ મહામારીમાં દર્દીઓની સેવામાં સતત ખડેપગે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે દેવદૂત બની પોતાની અહર્નિશ સેવા બજાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...