કચરાનો નિકાલ:જામનગરમાં કોમર્શિયલ વિસ્તારોમાંથી રાત્રિના જ સમયમાં કચરાનો સીધો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાય

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની સોલીટ વેસ્ટ શાખા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે રાત્રિના સમયમાં જ કોમર્શિયલ હોટલ રેસ્ટોરેન્ટ દુકાનોની બહારથી રાત્રિના સમયમાં કચરો લેવા માટે ડોર ટુ ડોર કલેક્શનની ગાડી શરૂ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોન વિસ્તારોનાં કોમર્શિયલ વિસ્તારોમાં રાત્રીના સમયે વેપારીઓ,ધંધાર્થીઓની દુકાનમાંથી નિકાલ કરવામાં આવતો કચરો મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વાહનમાં સીધો જ નિકાલ થાય અને મુખ્ય માર્ગો પર સફાઈનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે તે હેતુસર રાત્રી સમય દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેમાં કોમર્શિયલ વિસ્તારો અંબર ચોકડી થી પંચવટી, પંચવટી થી પાયલોટ બંગલો, પાયલોટ બાંગ્લાથી દિગજમ સર્કલ, બર્ધન ચોક, લાલપુર રોડ, વિગેરે કોમર્શિયલ વિસ્તારોમાં ડોર ટુ ડોર કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...