• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, Congress Protested Against The Paper Link Issue By Blowing Currency Notes On The Photo Of Asit Vora, Chairman, Secondary Service Selection Board.

વિરોધ:જામનગરમાં કોંગ્રેસે પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના ફોટા પર ચલણી નોટ ઉડાવી વિરોધ કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર રેલી યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં
  • NSUI અને કોંગ્રેસે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની માંગ કરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મેડળ દ્વારા લેવામાં આવેલી હેડકર્લાકનું પેપર લીક થયું હતું. જેને લઈ જામનગરમાં કોગ્રેસ અને એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાની રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.

રાજ્યમાં બેરોજગારીનો દર દીવસે ને દીવસે વધતો જાય છે. રોજગારીની તકો અને નોકરીની તકો દીવસેને દીવસે ઘટતી જાય છે. તેમજ સરકારી ભરતીની તો જાહેરાત થાય છે પરંતુ તેમાં પણ પેપર લીકના કોભાંડો થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં અનેક પેપર લીક થયા છે. જી.પી.એસ.સી. ચીફ ઓફીસર, રેવન્યુ તલાટી ભરતી, નાયબ ચીટનીસ, મુખ્ય સેવીકા, શિક્ષકોની ટાટ, એલ. આર. ડી., ટાટ, બીન સચીવાલય કલાર્ક, વિદ્યુત સહાયક, સબ-ઓડીટર અને હવે હેડકલાર્કની ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે.

જામનગરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા પેપર લીંકને લઈ ગૌણ સેવા પસંદગી સમીતીના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી. ભરતીની સંપૂર્ણ જવાબદારી આસિત વોરા પણ છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા આસિત વોરાના ફોટા પર ખોટી ચલણી નોટો ઉડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા પર રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ, ચિરાગ કાલરીયા વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી, કોંગ્રેસ પ્રમુખ તોસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલ સિંહ જાડેજા, કોર્પોરેટર ધવલ નંદા, આનંદ રાઠોડ, જેનમ ખફી, રચનાબેન નંદાણીયા ,

પ્રદેશ મહિલા મહામંત્રી સહારા મકવાણા જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા શહેર પ્રમુખ રંજનબેન ગજેરા તેમજ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...