જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં કેવલીયા વાડી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા કારખાનેદારની પત્નીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. લાંબા સમયથી ચામડીની બીમારી સામે રાહત નહિ થતા આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
શહેરના કેવલીયા વાડી બ્રીજ દર્શન-1 શ્રીજી નં.501 મેહુલનગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા ભાવેશભાઇ નારદભાઇ અજુડીયાની પત્ની અજુબેન ઉર્ફે અંજના ભાવેશભાઇ અજુડીયા (ઉ.વ.41)વાળાએ પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. પોલીસે આ બનાવ અંગે મૃતકના પતિનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણી કેટલાય સમયથી સ્કીનની બીમારીથી પીડાતી હોવાનું અને અનેક ઉપચાર કરવા છતાં સારું નથી થતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.