વાતાવરણમાં પલટો:જામનગર શહેરમાં 3 ડિગ્રી ઊંચકાઈને તાપમાન 31 ડિગ્રીએ પહોંચ્યું, હવામાં 90 ટકા ભેજ રહ્યો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે વરાપ વચ્ચે બપોર સુધી સૂર્યનારાયણે પણ દર્શન દીધા
  • પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા રાત્રે વાતાવરણમાં ટાઢોડું છવાયું

જામનગરમાં બુધવારે સવારથી સુર્યનારાયણે દર્શન દેતા મહતમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી ઉંચકાયો હતો અને 31 ડીગ્રીએ સ્થિર થયો હતો.બીજી બાજુ શહેરમાં સુસવાટા મારતા પવનથી રાત્રે ટાઢોડાનો અનુભવ થયો હતો. જામનગરમાં છેલ્લા ચારેક દિવસથી મહદઅંશે મેધાવી માહોલ વચ્ચે બુધવારે સવારે મહદઅંશે સ્વસ્છ જોવા મળ્યુ હતુ.સુર્યનારાયણે પણ દર્શન દેતા વરાપ જેવા માહોલ વચ્ચે બપોરે મહતમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી ઉપર સરકયો હતો અને31 ડીગ્રીએ સ્થિર થયો હતો.જોકે, બપોર બાદ ફરી હવામાન પલટાયુ હતુ અને એકાદ-બે વરસાદી ઝાપટા પડયા હતા. શહેરમાં સતત ત્રીજા દિવસે ઝંઝાવાતી પવનનો મુકામ રહયો હતો. પ્રતિ કલાક સરેરાશ 20થી 30 કિ.મિ.ની ઝડપે ફુંકાયેલા પવનના કારણે રાત્રીથી વહેલી સવાર સુધીમાં ટાઢોડુ પ્રસર્યુ હતુ.જયારે લઘુતમ તાપમાનમાં પણ અડધો ડીગ્રીનો આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...