તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી:જામનગર શહેરમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો અકળાયા, આકરી ગરમીના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું

જામનગર શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ લોકોએ આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં તાપમાનનો પારો આજે 38 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા હતા. ગરમીના કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

કાળઝાળ તાપ અને ગરમી થી શહેરના રસ્તા સૂમસામ જોવા મળ્યા
કાળઝાળ તાપ અને ગરમી થી શહેરના રસ્તા સૂમસામ જોવા મળ્યા

લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યુંજામનગર શહેરમાં આકાશમાંથી આજે જાણે અગનવર્ષા થતી હોય તે રીતે તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે રજાનો દિવસ હોય મોટાભાગના લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેના કારણે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

જામનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી, લઘુત્તમ 20 ડિગ્રી, ભેજનું પ્રમાણ 11 ટકા નોંધાયું હતું. પવનની ગતિ 5 થી 10 કિમીની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો