તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:જામનગર શહેરમાં કોરોનાને નાથવા સહિયારા પ્રયાસ, રસીકરણ માટે મેગા કેમ્પ યોજાયા

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વીજતંત્રના કર્મચારીઓ, વકીલો અને અન્ય લોકોએ ભય વગર રસી લીધી

જામનગરમાં કરોનાનો પ્રકોપ વધતા મહામારીને નાથવા તંત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા સહિયારા પ્રયાસના ભાગ રૂપે વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વકીલો, પીજીવીસીએલના કર્મચારીઓ તથા અન્ય લોકોએ ભય વગર રસી લીધી હતી.

જામનગર મહાનગરપાલિકા તથા શંખેશ્વર પાર્શ્વનાથ યુવક મંડળ પટેલ કોલોનીના સંયુક્ત ઉપક્રમે શનિવારે માતુશ્રી વૃજકુંવરબેન સુંદરજી રતનસી સંઘવી, જૈન કન્યા છાત્રાલયમાં 400 થી વધુ લોકો માટે, જૈન સોશ્યલ ગ્રુપ, નવાનગર અને સંગીની ફોરમ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લોકાગચ્છની વાડી, ચાંદી બજારમાં 300 થી વધુ લોકો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. આ તકે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બીજા તબકકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને જાગૃત બની તત્કાલ રસી લેવા અનુરોધ કર્યો હતો.

જામનગર બાર એસોસીએશન દ્વારા પણ શનિવારે વકીલો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 100 થી વધુ વકીલો તથા તેમાન પરિજનોએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી. બીજી બાજુ જામનગર ફાયર બ્રિગેડની ઓફીસે ચાલી રહેલી રસીકરણ કાર્યક્રમમાં પીજીવીસીએલના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર કોરોનાની રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો