• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar City district, Uncontrollable Corona, 23 More Cases, Private School Closed For A Week As A Student Was Infected In The City

દોડધામ:જામનગર શહેર-જિલ્લામાં કોરોના બેકાબૂ , વધુ 23 કેસ, શહેરમાં એક વિદ્યાર્થી સંક્રમિત થતાં ખાનગી શાળા સપ્તાહ માટે બંધ કરાઇ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં 16, જામજોધપુર પંથકમાં વધુ 5, લાલપુરમાં બે કોરોના પોઝિટિવ કેસથી તંત્ર ધંધે લાગ્યું

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા 24 કલાકમાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં એક વિધાર્થી સંક્રમિત થતાં ખાનગી શાળા સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે. શહેરમાં 16, જામજોધપુર પંથકમાં વધુ 5 અને લાલપુરમાં બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ જેટગતિએ વધ્યું છે. આથી દિન-પ્રતિદિન કોરોના કેસ ડબલ થતા જાય છે. મંગળવારે જામનગર શહેરમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

જેમાં શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી ખાનગી પ્રાઇમ શાળામાં ધો.11ના વિધાર્થીનો કોરોના રિપોર્ટ સવારે પોઝીટીવ આવતા શાળામાં અભ્યાસ કરી રહેલા છાત્રોને રજા અપાઇ હતી. આટલું જ નહીં વિધાર્થીના કલાસમાં અભ્યાસ કરતા અન્ય 22 છાત્રના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી મોટા ભાગના છાત્રના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે શાળા સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે.

શહેરી વિસ્તારના બે કોરોના સંક્રમિત દર્દીઓ કે જેઓને મહાનગરપાલિકા દ્વારા કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જામજોધપુરના વિદ્યાર્થીઓના વાલીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 5 વાલીના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇશોલેશન કરાયા છે. લાલપુર પંથકમાં પણ કોરોનાની એન્ટ્રી થતાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જી.જી. માં મ્યુકર માઇકોસિસ વોર્ડમાં સારવાર લઇ રહેલા બંને બંને દર્દીની સર્જરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...