તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર લોન:જામનગર શહેર-જિલ્લામાં 1 વર્ષમાં ફકત 3693 લાભાર્થીને આત્મનિર્ભર લોન મળી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અપૂરતા દસ્તાવેજો, અરજીમાં ખામી, સ્ટાફનો અભાવના કારણે 1112 લોકો લોનથી વંચિત
  • ખાનગી-સરકારી બેંકોમાં 4805 લોકો દ્વારા આત્મનિર્ભર લોન માટે અરજી કરાઈ હતી

કોરોના કાળમાં લોકડાઉન કરફ્યુના કારણે ધંધા-રોજગાર ઠપ્પ થતા પાથરણાવાળા તથા ફેરીયાઓની સ્થિતિ અત્યંત કફોડી થઇ હતી. આથી સરકારે નાના ફેરિયા, પાથરણાવાળા ,રીક્ષા ચાલકોને મદદ રૂપ થવા માટે પીએમ સ્વનિધિ યોજના જાહેર કરી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કે રૂ.10,000 આત્મનિર્ભર લોન પેટે આપવાનો નિર્ણય કર્યો હતો. જામનગર શહેર- જિલ્લામાં તા. 13- 5- 2021ની સ્થિતિએ ખાનગી અને સરકારી બેંકોમાં 4805 લોકો દ્વારા આત્મનિર્ભર લોન માટે અરજી કરાઈ હતી. જેમાંથી 3693ની અરજી મંજૂર થઈ હતી. જ્યારે 1112 લોકોની અરજી પુરતા દસ્તાવેજો ન હોવાના કારણે, બેંક દ્વારા બોલાવવામાં આવતા અરજદારો ગેરહાજર રહેતા, અરજીમાં ખામી, બેંકોમાં સ્ટાફના અભાવને કારણે લોનની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી ફાળવણી થઈ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

લાભાર્થીઓને રૂ. 2.84 કરોડની લોનની ફાળવણી
જામનગર શહેર-જિલ્લામાં તા. 13- 5- 2021ની સ્થિતિએ ખાનગી અને સરકારી બેંકોમાં કુલ 3693ની અરજી મંજૂર થતા લાભાર્થીઓને લોન પેટે કુલ રૂ. 2,84,60000 રકમની ફાળવણી કરાઈ હતી. જ્યારે 1112 અરજીઓમાં વિવિધ કારણોસર લોનની પ્રક્રિયા પૂર્ણન થઈ હોવાથી ફાળવણી થઇ નથી.

અરજદારોએ ખાનગી બેંકોમાં લોન માટે ઓછો રસ દાખવતા આશ્ચર્ય સાથે અનેક સવાલ
જામનગર શહેર-જિલ્લામાં પીએમ સન્માન નિધિ યોજનાનો લાભ લેવા કુલ 3693 અરજીઓ થઈ હતી. જેમાંથી મોટાભાગની અરજીઓ સરકારી બેંકોમાં જ થઈ હતી. અરજદારોએ ખાનગી બેંકોમાં લોનની અરજી કરવાનું ટાળતા આશ્ચર્યની સાથે અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...