તંત્ર ઉંધામાથે:જામનગર શહેર-જિલ્લામાં સતત બીજા દી’એ શતક વટાવ્યું

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 79 તો ગ્રામ્યમાં 24 સંક્રમિત,કોરોનાના વધતા જતા કેસોના પગલે તંત્ર ઉંધામાથે,બાવીશ દર્દી સ્વસ્થ થતા રજા

જામનગર શહેર-જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસોએ સદી વટાવતા હડકંપ મચી ગયો છે.જેમાં બુધવારે શહેરમાં જ વધુ 79 કેસ અને ગ્રામ્યમાં 24 કેસ સામે આવ્યા છે.જયારે બાવીશ દર્દી સ્વસ્થ થતા તેઓને ડીસ્ચાર્જ અપાયા હતા.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરે રાજયભરમાં ફફડાટ ફેલાવી દીધો છે.જેમાં જામનગરમાં સતત બીજા દિવસે કોરોનાના કેસોએ શતક વટાવી દિધુ હતુ.શહેરમાં બુધવારે વધુ 79 પોઝીટીવ કેસ નોંધાયા હતા.જયારે ગ્રામ્ય પંથકમાં પણ 24 પોઝીટીવ સામે આવ્યા છે. જિલ્લાના તમામ છ તાલુકામાં કોરોના સંક્રમણ ફેલાયુ છે જેમાં ધ્રોલમાં બે કેસ, જોડીયામાં એક, જામનગરમાં આઠ, જામજોધપુર તાલુકામાં 3, કાલાવડ અને લાલપુર તાલુકામાં પાંચ-પાંચ કેસ સામે આવ્યા છે.

જામનગર જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલમાં હજુ 20 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જ્યારે અમૂક દર્દીઓને હોમ આઈસોલેટ પણ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યંુ છે. શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસોએ શતકનો આંક વટાવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે લોકો પણ ચિંતાતૂર બન્યા છે. કોરોનાના વધતા જતા કેસોના પગલે કોવિડ ગાઈડલાઈનનું પાલન નાગરિકો માટે પણ અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...