નવાજૂનીના એંધાણ:જામનગર શહેર કૉંગ્રેસ પ્રમુખના જન્મદિવસની પાર્ટીમાં શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની હાજરીથી તરેહ-તરેહની ચર્ચા

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બર્થડે પાર્ટીમાં કૉંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં ભાજપના શહેર પ્રમુખ વિમલ કગથરા અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત હોવાથી રાજકારણમાં નવાજૂની ના એંધાણો સર્જાઈ તો નવાઈ નહીં.

જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે રાજકીય પક્ષોના અસંતોષ કાર્યકરો આગેવાન અને નેતાઓ દ્વારા પક્ષ પલટા કરતા હોય છે ત્યારે હાલમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા એ બર્થ ડે પાર્ટીની કેક કાપવામાં આવી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તેમ જ કોંગ્રેસના નગરસેવકો કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા જ્યારે આગામી સમયમાં ચૂંટણી નજીક આવતા નવાજૂની ના એંધાણોના સંકેત દેખાઈ રહ્યા છે તેવી રાજકીય વર્તુળમાં ચર્ચા જાગી છે.

જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ના આમંત્રણ ને માન આપીને આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો હાજર હતા જ્યારે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા પણ હાજર રહ્યા હતા અને જન્મદિવસની કેક કટીંગ કરી હતી અને ધારાસભ્ય અને શહેર પ્રમુખે સાથે મળીને દિગુભા જાડેજાને જન્મદિવસની કેક કટીંગ કરી મોં મીઠું કરાવ્યું હતું.

જ્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ કોંગ્રેસના નેતાઓએ ધાર્મિક કાર્યક્રમ જન્મદિવસ કે સામાજિક કાર્યક્રમમાં એકબીજાને મળતા હોય છે.ત્યારે રાજકીય કટર હરીફ ગણાતા રાજકીય પક્ષો જેમાં જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકરો દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની જન્મદિવસની પાર્ટીમાં નિકટતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બર્થ ડે પાર્ટીમાં જામનગર શહેરના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિત કોંગ્રેસના નગરસેવકો અને આગેવાનો દ્વારા કેક કટીંગ વખતે હાજર રહ્યા હતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાનું મોં મીઠું કરાવ્યું હતું અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય વ્યક્તિના વ્યક્તિગત પ્રસંગમાં નેતાઓની હાજરી પણ દેખાઈ રહી છે અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.

જ્યારે રાજકીય વર્તુળની ચર્ચામાં એ પણ જોર પકડ્યું છે કે આગામી સમયમાં પક્ષોથી નારાજ અસંતોષ લોકો પણ પક્ષપલટો કરે તો નવાઈ નહીં જ્યારે રાજકીય વર્તુળ માંથી ચર્ચા થઈ રહી છે અને તેમાંથી મળતી માહિતી મુજબ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસમાં નવાજૂની ના એંધાણો જોવા મળશે તે તો આગામી સમય જ કહેશે હાલ તો શહેર કોંગ્રેસ પ્રમુખની બર્થ ડે પાર્ટીમાં ભાજપના ધારાસભ્યો અને શહેર પ્રમુખ જોવા મળ્યા છે એ રાજકીય વર્તુળમાં તરેહ તરેહની ચર્ચા જાગી છે.

'દિગુભાનું આમંત્રણ આવ્યું હતું એટલે અમે ગયા હતા'
જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ જણાવ્યું હતું કે, હું અને હકુભા ખાતમુહૂર્તના કાર્યક્રમમાંથી નીકળતા હતા ત્યારે દિગુભાએ ફોન કરી બોલાવ્યા હતા એટલે અમે ગયા હતા. તેમાં બીજું કંઈ નથી.

મારો જન્મદિવસ હતો એટલે મેં અંગત રીતે આમંત્રણ આપ્યું હતું- દિગુભા જાડેજા
જામનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કૉંગ્રેસનો નહોતો. મેં અંગત રીતે તમામ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું હતું. અમારે સમાજ લેવલના સંબંધો પણ હોયને. જ્યારે શહેર ભાજપ પ્રમુખ અમને આમંત્રણ આપશે તો અમે પણ જઈશું.

અન્ય સમાચારો પણ છે...