તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના 44 કેસ સામે આવ્યા અને 4 ના મોત થયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બીજરાજસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયના પરમાર કોરોના પોઝિટિવ થયાં
  • પૂર્વ ધારાસભ્ય બીજરાજસિંહ જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાયા તબિયત સારી છે

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 44 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 24 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 4 મૃત્યુ થયા છે.

શહેરી વિસ્તારોમાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેર-જિલ્લામાં 25 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે 20 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળો પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન સહિતની કોઈ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.

શહેરમાં અત્યાર સુધી 239657 સેમ્પલ લેવાયા છે

મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ અને ડેપ્યુટી કમિશનર વસ્તાની કોરોના સંક્રમણ વધુના ફેલાય માટે છ ટીમો પણ બનાવી છે. જે લોકોને પ્રારંભમાં ગાઈડલાઈનના પાલનની સૂચના આપશે બાદમાં બેદરકાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં અત્યાર સુધી 239657 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 196015 સેમ્પલ લેવાયા છે. જ્યારે આજે જામનગર મહાનગરપાલિકાની છ ટીમો બનાવી છે. તેમાં માસ્ક ના પહેર્યા હોય તેવા 9 કેસ કર્યા છે. જ્યારે સોશિયલ ડિસ્ટનના 16 કેસ કર્યા છે. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનના કુલ મળીને 25 કેસો કર્યા છે. જેમાં રૂપિયા 13900 દંડાત્મક કાર્યવાહી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો