કાલાવડ નાકા વિસ્તારનો બનાવ:જામનગર શહેરમાં થપ્પડ મારી મહિલા પાસેથી 2 હજારની રોકડની લૂંટ આચરાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદાર મહિલાને દુકાને બેસાડી નમાઝ પઢવા ગયા બાદ રકમ આંચકી આરોપી ફરાર

શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં ફ્રૂટની દુકાને આવેલા એક શખ્સે મહિલાને થપ્પડ મારી રૂપિયા બે હજારની લૂંટ ચલાવી નાશી ગયો હતો. નમાઝ પઢવા ગયેલા દુકાનદાર મહિલાને દુકાન સંભાળવાનું કહી ગયા બાદ આ ઘટના ઘટી હતી.

કાલાવડ નાકા બહાર રંગુનવલા હોસ્પિટલ નજીક મોટાપીર ચોકમાં ફ્રૂટની દુકાન ધરાવતા અબ્દુલ રઝાક દુકાન બિલ્કીશબેનને સંભાળવા આપી પોતે નમાઝ પઢવા ગયા હતાં. ત્યારે નવાઝખાન અયુબખાન પઠાણ નામનો શખસ આવી ચડ્યો હતો અને બહારથી દુકાનના થડામાં હાથ નાંખી રૂપિયા કાઢવાનો પ્રયાસ કરતાં તેણીએ તેને રોક્યો હતો. જેથી ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને થપ્પડ મારી રૂા.2000ની લૂંટ ચલાવી નાસી ગયો હતો. પોલીસે નવાબખાન સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...