તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગર શહેરમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત 595 કિલો ઘી પકડાયું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘીના અઢાર કિટલા,મોટુ કેન,વનસ્પતિ ઘી અને માખણ સહિત રૂ.1.35 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ સકંજામાં સપડાયો

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં ચાકીવાડ પાસે એસઓજી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ભેળસેળયુકત શંકાસ્પદ ઘીનો 595 કિલો જેટલો માતબર જથ્થો કબજે કરી એક શખ્સને સકંજામાં લીઘો હતો.પોલીસે જુદા જુદા અઢાર કિટલા, એક મોટુ કેન, વનસ્પતિ ઘીના સતર ડબ્બા,ત્રીસ કિલો માખણ ઉપરાંત અન્ય સાધન સામગ્રી મળી રૂ.1.35 લાખનો મુદામાલ કબજે કરી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

એસઓજીએ ખોજાનાકાના રહેણાક મકાનમાં પાડ્યો દરોડો
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં એસઓજીના પી.આઇ. કે.એલ.ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી સહિતની ટીમ તહેવારોને અનુલક્ષીને ખાધચિજોમાં ભેળસેળ ડામવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા સ્ટાફના દિનેશભાઇ સાગઠીયા અને સંજયભાઇ પરમાર સહિતની ટુકડીને ખોજાનાકા વિસ્તારમાં ચાકી વાડ પાસે મચ્છીપીઠની બાજુમાં એક મકાનમાં ભેળસેળયુકત શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવામાં આવી રહયો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ હનિફ અબ્દુલભાઇ જીંદાણીના રહેણાંક મકાનમાં ડેઝીગ્નેટડ અધિકારી અને ફુડ સેફટી ઓફિસર સાથે દરોડો પાડયો હતો જે દરોડા વેળા ત્યાં વનસ્પતિ ઘી, માખણ, એસેન્સ સહિતના અન્ય પદાર્થ મિશ્રિત કરીને શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતુ હોવાનુ માલુમ પડયુ હતુ.આથી પોલીસે આ ઘી ભરેલા જુદા જુદા અઢાર કિટલા તેમજ એલ્યુમિનિયમનુ મોટુ કેન, વનસ્પતિ ઘી ભરેલા સતર ડબ્બા, ત્રીસ કિલો માખણ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.1,35,950નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ભેળસેળયુકત ઘીના મામલે ઉંડાણપુર્વકની તપાસ શરુ કરી છે.જેના પગલે ભેળસેળીયા તત્વોમાં દોડધામ મચી જવા પામી હોવાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...