દુકાનો થઈ ધરાશાયી:જામનગર શહેરમાં કે વી રોડ પર આવેલા ભંગાર બજારમાં 4 દુકાનો ધડાકાભેર તૂટી પડી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર મહાનગરપાલિકાનો ફાયર સ્ટાફ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી, તંત્રે આપ્યા તપાસના આદેશ

જામનગર શહેરમાં ત્રણ દરવાજાથી બેડી ગેઇટ તરફના માર્ગ પર આવેલ ભંગાર બજારમાં આજે સવારે ચાર દુકાનો એકાએક ધરાશાયી થઈ હતી. જેના લીધે પીજીવીસીએલના 3 વીજપોલ અને એક કાર દબાઇ ગયા હતાં, તેમજ એક ચોકીદારને સામાન્ય ઇજા થઇ હતી.

જામનગર શહેરમાં કાશીવિશ્વનાથ રોડ પાછળ આવેલ ભંગાર બજારમાં આજે સવારે જર્જરીત હાલતમાં આવેલ ચાર દુકાનો એકાએક ધરાશાયી થઇ ગઇ હતી. જેના લીધે ત્યાં પાર્ક કરેલી એક કારનો ભુક્કો બોલી ગયો હતો અને પીજીવીસીએલના ત્રણ વીજપોલ તૂટી ગયા હતા. સવારના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોતાની કામગીરી શરૂ કરી હતી. દુકાનો ધરાશાયી થવાના બનાવમાં એક ચોકીદારને સામાન્ય ઇજા પહોંચી હતી અને નસીબજોગે અન્ય કોઇ જાનહાની થઇ ન હતી.

જામનગર શહેરના કે વી રોડની પાછળ આવેલ રસ્તા એટલે કે ત્રણ દરવાજાથી બેડીગેટ તરફ આવતા ભંગાર બજારમાં સવારના સમયમાં જર્જરીત હાલતમાં આવેલ ચાર દુકાનોનો ભાગ અચાનક ધરાશાઈ થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ જયારે પીજીવીસીએલના 3 જેટલા વીજપોલ અને એક કાર દબાઈ જતા નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે એ રસ્તો પણ હાલ પૂરતો બંધ થઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...