કોરોનાની રિ-એન્ટ્રી:જામનગર શહેરમાં 1 યુવાન અને 2 મહિલા સંક્રમિત થયા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસ સામે આવ્યા
  • ત્રણેયને હોમ આઈસોલેશનમાં મૂકી દેવાયા

જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો પગપેસારો યથાવત રહેતા વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક યુવાન અને બે મહિલા સંક્રમિત જાહેર થતા તંત્ર દ્વારા ત્રણેયને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

શહેરમાં કામદાર કોલોની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવેલા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો જેને પગલે આરોગ્ય તંત્ર દ્વારા તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે. જ્યારે તેના રહેણાંક આસપાસના વિસ્તારોમાં પણ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે શહેરના વામ્બે આવાસ કોલોની વિસ્તારમાં પણ બે મહિલા કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર થયું છે. જેના પગલે ભોગગ્રસ્તના રહેણાંકના આસપાસના વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આરોગ્યલક્ષી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે. બંને પોઝિટિવ મહિલાઓને હોમ આઈસોલેટ કરી દેવામાં આવી છે.

અત્રે છે કે, જામનગરમાં બુધવારે બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ ગુરૂવારે પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જે બાદ શુક્રવારે ફરી એક સાથે ત્રણ પોઝિટિવ કેસ બહાર આવતા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...