મામો ભાણેજ પર ફરી વળ્યો:જામનગરમાં ભાણેજે માતાના પિયરમાં સંપત્તિમાં ભાગ માંગતા મામાએ પરિવાર સાથે જીવલેણ હુમલો કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં બાઇક પર જમવાનું લેવા જતા એક યુવકને અર્ધ વચ્ચે માર્ગ પર રોકી જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. યુવકે તેના માતાના પિયરમાં સંપત્તિમાં ભાગ માંગ્યો હતો. જેથી તેના મામા અને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. તેથી 6 લોકોએ છરી-પાઇપ વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે.

યુવકને સારવારઅર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડાયો
આ અંગે મળતી જાણકારી મુજબ, રાજકોટમાં નાણાંવટી ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા હાર્દિક મહેન્દ્ર પંડ્યા નામનો યુવક પોતાની બાઇક લઇને ભોજન લેવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન જામનગરના પ્રગતિપાર્ક વિસ્તારમાં છ લોકોએ તેની બાઇક રોકીને ગાંળો ભાડી છરી-પાઇપ વડે પગ, હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાર્દિક તેના માતાના પિયરની સંપત્તિમાં ભાગ માંગતો હોવાથી મામાને સંપત્તિ આપવી ન પડે તેથી આ ગુનો આચર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. જે અંગે છ લોકો વિરુદ્ધ સીટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારઅર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હાર્દિક પંડ્યા બાઇક પર જમવાનું લેવા જતી વખતે આરોપીઓના ઘર પાસેથી નીકળતાં આરોપી સંજયે ગાળો ભાંડી તથા અન્ય આરોપીઓ સાથે એકસંપ કરી આ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ માટે સીટી સી ડિવિઝનના PSI આગળની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...