તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિના વિરોધમાં બુધવારે જામનગરમાં વિવિધ મજૂર સંગઠનોએ વિરોધ દિવસ મનાવી રોષ ઠાલવ્યો હતો તો બેંક કર્મચારીઓએ દેખાવ કર્યા હતાં. ફિક્સ પગાર, કામના વધુ કલાકો, જાહેર ક્ષેત્રનું ખાનગીકરણના મુદે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારની મજૂર અને કામદાર વિરોધી નીતિ જેવી કે, ફિક્સ પગાર, કામના વધુ કલાકો, નોકરીમાંથી મનફાવે ત્યારે છૂટા કરવા, કર્મચારીની કાયમી અને એપ્રેન્ટિસની કેડરના સ્થાને ફિક્સ પગાર અને રોજમદારની કેડર ઊભી કરવી, જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ વિગેરે મુદ્દાને લઈને બુધવારે ભારતના ૧૦ મજૂર સંગઠનો અને સ્વાયત મજૂર મંડળો દ્વારા વિરોધ દિન મનાવાયો હતો. જામનગરમાં બેંક કર્મચારીઓ પણ વિરોધ દિન પ્રદર્શનમાં જોડાયા હતાં. બેંક કર્મચારી સંગઠનના અગ્રણી કુલીન ધોળકિયાની આગેવાનીમાં બેંક કર્મચારીઓએ દેખાવો કરી વિરોધ દિનને સમર્થન આપ્યુ હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.