તસ્કરી:જામનગરમાં વધુ એક ઘરફોડી, સાંકળા, મંગલસુત્ર વગેરે દાગીના ઉસેડી ગયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગર શહેરમાં તસ્કરોનો ઉપદ્રવ યથાવત રહેતા વધુ એક મકાન નિશાન બન્યુ હોવાનુ બહાર આવ્યુ છે.શહેરના શિવ ટાઉનશીપમાં રહેતા વૃધ્ધના ઘરને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર અંદર રાખેલી ચાવી વડે કબાટ ખોલી ચાંદીના સાંકળા,મંગલસુત્ર વગેરે મળીને રૂ. વીશ હજારની માલમતા ચોરી કરી ગયાની ફરીયાદ થઇ છે.

શહેરમાં શિવ ટાઉનશિપ-1 વિસ્તારમાં રહેતા નવીનભાઇ ગીરજાશંકર જાનીના બંધ રહેણાંક મકાનમાં ગત તા.15થી તા.30 દરમિયાન કોઇ તસ્કર અંદર ધુસ્યા હતા અને ઘરમાં રાખેલી ચાવી વડે કબાટ ખોલી અંદરથી ચાંદીનુ મંગલસુત્ર, ઝાંઝરી, સાંકળા અને લકકી,પેડન્ટ વગેરે મળી રૂ.20 હજારની માલમતા ચોકરી લઇ ગયા હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવની મકાનમાલિકને જાણ થતા તુરંત સીટી સી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરીછે.શહેરમાં એક સપ્તાહમાં પાંચ જેટલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...