રખડતા ઢોરનો ત્રાસ:જામનગરમાં ઘરની બહાર કચરો નાખવા ગયેલા વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 75 વર્ષીય વૃદ્ધને માથામાં અને આંખમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે આજે 75 વર્ષના એક વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે અમદાવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

રખડતા પશુએ હુમલો કરતા અફરાતફરી મચી75 વર્ષીય વૃદ્ધ પોતાના ઘરની બહાર કચરો ફેંકવા જતા હતા. તે દરમિયાન રખડતાં પશુએ વૃદ્ધને અડફેટે લીધા હતા. ત્યારબાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. રખડતા પશુએ વૃદ્ધ પર હુમલો કરતા આસપાસના રહેવાસીઓ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવીને ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ એક મહિલા પર પશુએ હૂમલો કર્યો હતો

જામનગર મહાનગર પાલિકા રખડતા પશુ બાબતે માત્રને માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે. શહેરના નાગરિકોને રખડતા ઢોરનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે થોડા મહિના એક મહિલા ઉપર પશુએ હૂમલો કર્યો હતો ત્યારબાદ આજ રોજ 75વર્ષના વૃદ્ધ મનસુખભાઈ ફલ નામના નાગરિકને ઢોરે હડફેટે લીધા હતા. વૃધ્ધને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ લઈ જતા સારવાર કરનાર તબીબને વૃદ્ધની હાલત ગંભીર જણાતા તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

લમ્પી વાયરસના રસીકરણના પગલે ઢોર પકડવાની કામગીરી બંધ હતી
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી વધુ સમયથી ઢોર પકડવાની કામગીરી શહેરભરમાં બંધ કરી દેવામાં આવી છે તેના બદલામાં લમ્પી વાયરસના પગલે રખડતા ઢોરોને પકડીને તેમનું રસીકરણ કરવામાં આવતું હતું હવે તે કાબુમાં આવી જતાં ઢોર પકડવાની કામગીરી ફરી શરૂ થશે તેમ જાણવા મળ્યું છે.

માલિકીનું ઢોર હશે તો ફોજદારી થશે : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
ચૌહાણ ફળીમાં વૃદ્ધને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડવાની ઘટના ખુબ જ દુ:ખદ છે, મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે. જો આ ઘટનામાં ઢોર માલિકીનું હશે તો ચોકકસ પણે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે. - એ.કે. વસ્તાણી, ડીએમસી, જામ્યુકો.

જાહેરમાં ઘાસચારો વેંચતા તત્વો પણ ઢોરના આ ત્રાસ માટે જવાબદાર
જામનગર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ કોઇ નવી વાત નથી, પ્રથમ તો લોકો દ્વારા લીલી વેંચતા તત્વો સામે મહાપાલિકાએ પગલા ભરવા જોઇએ, આવા લોકો ઢોરોને ભેગા કરે છે, જે ખાઇ લીધા બાદ તોફાને ચડે છે, મહાપાલિકાએ અગાઉ લીલી વેંચતા લોકો સામે ફોજદારી નોંધાવી હતી, જે બાદ બધુ રાબેતા મુજબ ચાલુ થઇ ગયું છે, જે ઢોરના ત્રાસ માટેનું મુખ્ય કારણમાનું એક છે.

અન્ય સમાચારો પણ છે...