દુ:ખદ ઘટના:જામનગરમાં વૃદ્ધને લગ્નમાં જવાની ના પાડતા ગળાફાંસો, પુત્રએ જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશોક સમ્રાટ નગર વિસ્તારની દુ:ખદ ઘટના

જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતા 60 વર્ષના વૃદ્વ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. મહારાષ્ટ્રમાં પોતાના કુટુંબીને ત્યાં લગ્ન પ્રસંગમાં જવા માટેની પરિવારજનોએ ના પાડતાં આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. બનાવની વિગત એવી છે કે, જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા દતુભાઈ જાનુજી ઘેઘાટે નામના 60 વર્ષના મહારાષ્ટ્રના વતની બુઝુર્ગે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ ઘેઘાટે એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પુત્ર કિશોરભાઈ ના જાહેર કરાયા અનુસાર મહારાષ્ટ્રમાં તેના મામાના દીકરાના લગ્ન હોવાથી પરિવારના સભ્યો લગ્નમાં જતા હતા, પરંતુ મૃતકને અહીં જામનગર જ રહેવાનું કહેતાં મનમાં લાગી આવ્યું હતું, અને આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસે વધુ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...