તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જામનગરમાં બિમારીથી કંટાળી વૃદ્ધે તળાવમાં ઝંપલાવ્યું

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શંકર ટેકરી વિસ્તારમાં રહેતા વૃદ્ધ એક વર્ષથી માનસિક બિમારીથી પિડાતા હતા

જામનગરના શંકર ટેકરી વિસ્તારના સુભાષ પરામાં રહેતા એક વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળી જઇ લાખોટા તળાવમાં ઝંપલાવીને જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.ફાયર બ્રિગેડ શાખાની ટીમે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢયો હતો.

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના સુભાષ પરા-2 વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા છોટાલાલ બચુભાઇ નંદા (ઉ.વ. 64) નામના વૃધ્ધે છેલ્લા બારેક માસથી માનસિક બિમારી હોવાથી બિમારીથી કંટાળી જઇ તળાવના પાણીમાં ઝંપલાવી દેતા ડુબી જવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

બનાવની મૃતકના પુત્ર જગદિશભાઇ છોટાલાલ નંદાએ જાણ કરતા સીટી એ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતકદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થ ખસેડી મૃતકના પરીજનનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને પાણીમાંથી વૃધ્ધના મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપરત કરતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો