તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જામનગરમાં બિમારીના કારણે ગળાફાંસો ખાઈ વૃદ્ધે જીવન ટૂંકાવ્યું

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરના બેડેશ્વરના ઓવરબ્રિજ પાસે ટ્રેન હડફેટે આવી જતાં યુવતીનું મોત

જામનગરના શંકર ટેકરી વિસ્તારના વલ્લભનગરમાં રહેતા એક વૃધ્ધે ઘરે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતુ.મૃતક વૃધ્ધને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી માનસિક બિમારી હોય જેના કારણે આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.જયારે ગાંધીનગર સ્ટેશન નજીક ઓવર બ્રિજ પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવતિનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરીના વલ્લભનગર વિસ્તારમાં વાલ્મિકી વાસમાં રહેતા જેન્તીભાઇ ચનાભાઇ કબીરા (ઉ.વ.65) નામના વૃધ્ધે તા.17ના રોજ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતુ.આ બનાવની મૃતકના પુત્ર કમલેશભાઇ જેન્તીભાઇ કબીરાએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો અને મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતકને છેલ્લા ત્રણ ચાર મહિનાથી માનસિક બિમારી હોય જેના કારણે આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ સીટી સી પોલીસની ટીમે હાથ ધરી છે. જયારે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક બેડેશ્વર ઓવરબ્રિજ પાસે અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા એક મહિલાનુ મૃત્યુ નિપજયુ હતુ. જેની જાણ થતા રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસીંહ સહિતની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો જે દરમિયાન મૃતકની ઓળખ પણ સાંપડી હતી જેમાં ભોગગ્રસ્ત ખુશ્બુબેન જીતેન્દ્રભાઇ ગોસ્વામી (રે.જડેશ્વર મંદિર પાસે,પટેલ કોલોની) હોવાનુ જાહેર થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો