તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરતમાં નગરસેવકો પર પ્રદેશ ભાજપ પ્રમુખના ઇશારે પોલીસ દમન
 • જનપ્રતિનિધિ સાથે ગેરવર્તણૂંક કરનાર પોલીસ સામે પગલાં લેવા માંંગ

સુરત મહાનગરપાલિકાની બજેટ સભામાં આમ આદમી પાર્ટીના નગરસેવકો પર પ્રદેશ ભાજપ પ્રમુખના ઇશારે પોલીસ દમન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ જામનગર આપના સભ્યોએ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. સાથે સાથે જનપ્રતિનિધિઓ સાથે ગેરવર્તણૂંક કરનાર પોલીસ કર્મી સામે પગલાંની માંગણી કરી છે.જામનગરમાં ગુરૂવારે લાલબંગલા સર્કલમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ સુરત મહાપાલિકાની બજેટ સભામાં આપના જનપ્રતિનિધિઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

આ તકે તેઓએ આક્ષેપ કર્યો હતો કે, સુરત મનપામાં ભાજપના મળતિયાઓને રૂ.2 માં જમીનની લ્હાણીનો વિરોધ કરતા તથા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ઇશારે આપના નગરસેવકો પર પોલીસ દમન કરાયું હતું. જેમાં મહિલા સભ્યો પણ હતાં. આથી પાટીલની તાનાશાહીનો વિરોધ વ્યકત કરી જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલાંની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો