તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જામનગરમાં 8 મહિના પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિવારથી ઉપરવટ જઈ લગ્ન કર્યા હોવાનું લાગી આવતા આત્મહત્યા કરી

જામનગરની લાલપુર ચોકડી નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીએ આઠ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.

બનાવની વિગત પર નજર કરીએ તો, લાલપુર ચોકડી નજીક આવેલી સોસાયટીમાં રહેતા પૂજાબેન આશિષ ગોંડલિયા નામની યુવતીએ આજે પોતાના ઘર પર પંખામાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

મૃતક યુવતીએ આજથી આઠ મહિના પહેલા પોતાના પરિવારની ઈચ્છાથી ઉપરવટ જઈ પ્રેમલગ્ન કર્યા હોય તેને લાગી આવ્યું હતું. આ વાતને લઈ તેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે મૃતક યુવતીના પતિનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો