ક્રાઇમ:જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવાનનુ અપહરણ કરી માર માર્યો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાલબંગલા સર્કલ પાસે અરજી તૈયાર કરાવતી વેળા ઉઠાવી ગયા

જામનગરના એક યુવકનુ લાલ બંગલા સર્કલમાં અરજી ટાઇપ કરાવતી વેળા રીક્ષામાં અપહરણ કરી વુલન મિલ ઝુંપડપટ્ટી પાસે લઇ જઇ ઘોકા વડે હાથમાં ફ્રેકચર સહિતની ઇજા કર્યાની ફરીયાદ એક પરીવાર સામે નોંધાઇ છે. વુલનમિલ પાસે વામ્બે આવાસ રોડ પર રહેતા રવિ કાનાભાઇ બથવારએ તેના ભાઇ ચનાભાઇને લાલ બંગલા સર્કલ પાસેથી રીક્ષામાં બેસાડી તેનુ અપહરણ કરી વુલનમિલ ઝુંપડ પટ્ટી પાસે લઇ જઇ ઘોકા વડે માર મારી હાથમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડવા અંગે સીટી એ પોલીસ મથકમાં કારાભાઇ મકવાણા, દેવીબેન કારાભાઇ મકવાણા, મયુર કારાભાઇ મકવાણા અને પુજાબેન કારાભાઇ મકવાણા સામે ફરીયાદ નોંધાવી છે.

આ બનાવમાં યુવાનને ફ્રેકચર સહિતની ઇજા પહોચતા હોસ્પીટલમાં ખસેડાયો હતો. ફરીયાદીના ભાઇ ચનાભાઇએ આરોપીની પુત્રી સાથે અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જે લગ્ન બાદ તેણી આરોપીના ઘરે રહેતી હતી. જે બાબતે બોલાચાલી થતા યુવાન લાલ બંગલા સર્કલમાં ટાઇપીસ્ટ ગ્રાઉન્ડ પાસે અરજી ટાઇપ કરાવવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ તેને રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ જઇ આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...