તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:જામનગરમાં ગળાફાંસો ખાઈ યુવાને જીવનલીલા સંકેલી લીધી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોહિત સોમેશ્વરા - Divya Bhaskar
રોહિત સોમેશ્વરા
  • સેતાવાડમાં ચક્કર આવતા બેશુદ્ધ થઈ ગયેલા વૃદ્ધનું મૃત્યુ

જામનગરમાં અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતા અને વિડિયોગ્રાફર તરીકેનો વ્યવસાય કરતા યુવાને ગળાફાસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે શહેરના સેતાવાડ વિસ્તારમાં ચક્કર આવતા વૃદ્ધનું મૃત્યું નિપજ્યું છે.જામનગર શહેરમાં આપઘાત-અપમૃત્યુના વધુ બે બનાવો નોંધાયા છે.

શહેરના ખંભાળિયા રોડ પર આવેલા અંધાશ્રમ આવાસ કોલોનીમાં બ્લોક નં.4 રૂમનં.8માં રહેતા નિરેશભાઇ ઉર્ફે રોહિત જયંતિભાઇ સોમેશ્વરા (ઉ.વ.35) નામના યુવાને ગઇકાલે મોડી રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે છતના પંખામાં ટુવાલ વડે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા મૃતકના પિતા જયંતિભાઇએ જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો.

પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમવિધિ પાર પાડી આ બનાવ પાછળનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાનના મોતથી તેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.જયારે જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં ખારવા ચકલા પાસે રહેતા ભરતભાઇ બાબુભાઇ ભટ્ટ (ઉ.વ.60) નામના વૃદ્ધ સોમવારે સાંજે સાતેક વાગ્યે ચક્કર આવતા અને મોઢે પસીનો વળતા બેશુદ્ધ થઇ ગયા હતા.દરમ્યાન જી.જી.હોસ્પિટલ ખસેડાયેલા આ વૃદ્ધનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...