ફરિયાદ:જામનગરમાં યુવાનને હડધૂત કરી બે શખસોએ માર માર્યો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામનગર શહેરમાં હનુમાન ગેઇટ ચોકી પાછળ રિક્ષા સ્ટેન્ડ નજીક બે દિવસ પૂર્વે એક મિત્રને બે શખસોએ આંતરી લઇ હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બન્ને આરોપીઓએ યુવાન અને તેની માતા પર પણ હુમલો કર્યાનું પણ સામે આવ્યું છે. આ બનાવ અંગે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં ત્રણ માળિયા આવાસ પાસે મોમાઇ પાનની સામે ગત્ તા.5મીના રોજ બાબભાઇ રવજીભાઇ જેપાર પર આમીન ફકીરમામદ મંદેરા અને તેના બનેવી આરીફ મુસાભાઇએ જ્ઞાતિ વિષે અપમાનિત કરી બિભત્સ વાણીવિલાસ આચર્યો હતો અને માથાના ભાગે લોખંડના કડાના બે ઘા મારી ઇજા પહોંચાડી હતી. દરમિયાન બાબભાઇ અને તેની માતા જી.જી. હોસ્પિટલ લઇ ગયા હતાં. સારવાર લીધા બાદ માતા-પુત્ર આ બનાવ અંગે હનુમાન ગેઇટ ચોકીએ પોલીસ ફરિયાદ કરવા જતાં હતાં.

ત્યારે ચોકી પાછળ રિક્ષા સ્ટેન્ડ નજીક બન્ને આરોપીઓ બાઇકમાં આવી ગયા હતાં અને વાણીવિલાસ આચરી ફડાકાવાળી કરી હતી. આ બનાવમાં આરોપી આરીફે છરી વડે બાબુભાઇને વાંસાના ભાગે ઇજા પહોંચાડી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં. આ બનાવ અંગે સિટી સી ડિવિઝન પોલીસે બન્ને શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ જ બનાવ અંગે આરોપી આમીને આરોપી બાબભાઇ જેપાર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી બાબભાઇ આમીનની જ્ઞાતિ વિશે બોલતો હોય જે બોલવાની ના પાડતા માથાના ભાગે લોખંડના કડાના બે ઘા ફટકારી પહોંચાડી નાશી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી બાબભાઇ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...