કાર્યવાહી:જામનગરમાં ડીકેવી સર્કલ પાસે એિક્ટવા સ્લીપ થતા ઈજાગ્રસ્ત વેપારી યુવાનનું સારવારમાં મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાતમની પૂર્વ સંધ્યાએ નાનુ બાળક આડુ ઉતરતા વાહન સ્લીપ થયુ, દોઢેક સપ્તાહની સારવારમાં દમ તોડ્યો

જામનગર શહેરમાં ડીકેવી સર્કલ વિસ્તારમાં સાતમની પુર્વ સંધ્યાએ રોડ પર એકિટવા આડુ નાનુ બાળક ઉતરતા વાહન સ્લીપ થયુ હતુ જેના ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાતા દોઢેક સપ્તાહની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ નવજીવન સોસાયટી-2માં રહેતા વિશાલભાઈ ભરતભાઈ પંડ્યા (ઉ.વ.38) નામનો વેપારી યુવાન ગત તા.17ના રોજ સાંજે સાડા છ વાગ્યાના સુમારે તેઓના પત્ની સાથે એકિટવા પર ડીકેવી સર્કલ પાસેથી પસાર થઇ રહયા હતા

જે વેળાએ અચાનક જ એક નાનુ બાળક રોડ પર આડુ આવી જતાં તેને બચાવવા જવાના પ્રયાસમાં બ્રેક મારવા જતાં એક્ટિવા સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા વિશાલભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.આ બનાવની રાજેશભાઇ રતિલાલ પુંજાણીએ જાણ કરતા સીટી બી પોલીસે મૃતદેહનુ પોષ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...