તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી થીમ:જામનગરમાં રસોઇમાં વપરાતી ખાદ્યસામગ્રીમાંથી ભગવાન વિધ્નહર્તાની મૂર્તિનું નિર્માણ કરાયું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીનીઝ બુકમાં સ્થાન મેળવનાર દગડુ શેઠ ગણપતિ મહોત્સવની અનોખી થીમની પરંપરા
  • જીરૂ, રાય, ધાણા, બાદીયા, તજ, લવીંગ, તમાલપત્ર, લાલ મરચા, હળદર,હીંગ, મીઠાંનો ઉપયોગ

જામનગરમાં ગીનીઝ બુકમાં સ્થાન મેળવનાર દગડુ શેઠ ગણપતિ મહોત્સવ દ્વારા આ વર્ષે રસોઇમાં વપરાતી ખાધ સામગ્રી જીરૂ, રાય, ધાણા, બાદીયા, તજ, લવીંગ, તમાલપત્ર, લાલ મરચા, હળદર,હીંગ, મીઠાંનો ઉપયોગ કરી ભગવાન ગજાનનની મૂર્તિ બનાવામાં આવી છે.

જામનગરમાં કડીયા બજાર રોડ પર એઇટ વર્ન્ડસ ગ્રુપ દ્વારા આયોજીત દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં દર વર્ષે કંઇક અલગ અને નવી પ્રકારની ભગવાન ગજાનનની મૂર્તિ બનાવામાં આવે છે. આ વર્ષે રસોડામાં ભોજનમાં બનાવમાં ઉપયોગમાં લેવાતી ખાધસામગ્રીમાંથી ભગવાન ગણપતિની મૂર્તિનું નિર્માણ કરાયું છે. જેમાં 2 કીલો બાદીયા, 1 કીલો વરિયાળી, 2 કીલો જીરૂ, 3 કીલો ધાણા, દોઢ કીલો રાય, 500 ગ્રામ મરી, 250 ગ્રામ તજ, અડધો કીલો એલચી, 1.5 કીલો હળદર, 250 ગ્રામ મેથી, 200 ગ્રામ હીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રાણી બચાવના સંદેશ માટે હાથીની મૂર્તિ મૂકાશે
જામનગરમાં દગડુ શેઠ સાર્વજનિક મહોત્સવમાં ચાલુ વર્ષે હાથીની મૂર્તિ મૂકી પ્રાણી બચાવનો સંદેશ આપવામાં આવશે. થોડા વર્ષો પહેલા કેરેલામાં હાથી પર કરવામાં આવેલા અત્યાચારને અનુલક્ષીન લોકજાગૃતિ લાવવા હાથીની મૂર્તિ મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...