અકસ્માતના LIVE દૃશ્યો:જામનગરમાં પૂરઝડપે દોડી રહેલી જીપે એક બાદ એક 6થી વધુ બાઈકને અડફેટે લીધી, સદનસીબે જાનહાનિ ટળી

જામનગર25 દિવસ પહેલા
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચતા રાહત

જામનગરના ટાઉનહોલ સર્કલ પર પૂરઝડપે જઈ રહેલી જીપે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ જીપ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બાઈકમાં ભારે નુકસાન પહોંચ્યું
બાઈકમાં ભારે નુકસાન પહોંચ્યું

અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર
જામનગરમાં બેકાબૂ બનેલી જીપે રસ્તા પર પાર્ક કરેલી 6 જેટલી બાઈકને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં એક પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. શહેરમાં ધમધમતા વિસ્તાર ટાઉનહોલ પાસે જીપ ચાલકે વળાંક લેતી વખતે સ્ટેરિંગપરથી કાબૂ ગુમાવતા અનેક વાહનોને ઠોકડે ચડાવ્યાં હતા. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

6 જેટલી બાઈકમાં ભારે નુકસાન
આ અકસ્માતની ઘટના દરમિયાન સદનસીબે ત્યા કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે, 6 જેટલી બાઈકનું કચ્ચણઘાણ વળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...