મૃત્યુ:જામનગરમાં નિંદ્રાધીન આધેડે બેભાન હાલતમાં દમ તોડયો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરમાં બિમારીમાં સપડાયેલા વૃધ્ધનુ સારવારમાં મોત

જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતા એક આઘેડ ઘરે રાત્રે નિદ્રાધીન થયા બાદ બેભાન અવસ્થામાં હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા.જયારે જામજોધપુરમાં રહેતા બિમારીમાં સપડાયેલા વૃધ્ધનુ પડી જતા સારવારમાં મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરની ભાગોળે જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતા રજાકભાઇ ઇબ્રાહિમભાઇ સાયચા (ઉ.વ.47) નામના આઘેડ રાત્રે અગાશી પર સુતા હતા દરમિયાન તેઓ બેભાન થઇ જતા તાત્કાલિક સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જયાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હોવાનુ જાહેર થયુ છે.આ બનાવની જાકીરભાઇ રજાકભાઇએ જાણ કરતા સીટી બી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ઉમીયાજી ગરબી નજીક રહેતા બાબુલાલ દેવજીભાઇ ભાલોડીયા (ઉ.વ.70) નામના વૃધ્ધ છેલ્લા દશેક વર્ષથી કેન્સર અને હાલમાં બ્લડ પ્રેશરની તકલીફના કારણે વાડીએ પડી જતા સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલ  ખાતે ખસેડાયા હતા જયાં તેમનુ મૃત્યુ નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...