જામનગરમાં ટાઉનહોલ સામે જયોતટાવર કોમ્પલેકસની બાજુમાં બિલ્ડીંગ માર્જીનમાં આસામીએ શટર નાંખી દુકાન બનાવી નાખી હતી. આથી મહાપાલિકાની એસ્ટેટ શાખાએ દબાણ દૂર કરી શટર જપ્ત કર્યા હતાં. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં.
જામનગરમાં ટાઉનહોલ સામે જયોત ટાવર કોમ્પલેકસની બાજુમાં આવેલી મિલકતમાં આસામીએ ગેરકાયદે રીતે 45 ફુટનું દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણમાં આસામીએ રાતોરાત શટર નાખી દુકાન બનાવી નાખી હતી.
આ ગેરકાયદે બાંધકામની જાણ થતાં મનપાની ટીપીઓ અને એસ્ટેટ શાખાએ શનિવારે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. મનપાએ દબાણ દૂર કરી શટર જપ્ત કર્યા હતાં. મિલકતના માર્જિનમાં દુકાન બનતા મનપાએ દુર કરતા લોકોના ટોળા એકઠા થયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.