તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જામનગરમાં પાણીના છંટકાવ મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાદવનગરમાં પાઇપ-ઘોકા વડે સામસામા હુમલા, 4 ઘવાયા
 • બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પાેલીસ તપાસ શરૂ

જામનગરના મહાદેવનગરરોડ પર સ્થિતયાદવનગર વિસ્તારમાં અજ્ઞાત માણસ પર પાણી છાંટવા તેમજ જુની અદાવતના કારણે બે પરીવાર વચ્ચે બબાલ સર્જાઇ હતી જેમાં પાઇપ અને ઘોકા વડે સામસામા હુમલાની ફરીયાદ નોંધાઇ છે.આ બનાવમાં બંને પક્ષના ચારેક લોકોને ઇજા પહોચ્યાનુ બહાર આવ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં મહાદેવનગર રોડ પર યાદવનગર વિસ્તારમાં રહેતા દેવાણંદભાઇ પુંજાભાઇ ગાગીયા નામના પ્રૌઢે પોતાના પર તથા અન્ય પર લોખંડના પાઇપ-લાકડાના ઘોકા વડે હુમલો કરી તેને તથા રાજુભાઇને માથાના ભાગે તેમજ અન્યને મુંઢ ઇજા કર્યાની ફરીયાદ દેવાણંદ વારોતરીયા તેમજ અશ્વીન દેવાણંદભાઇ, પ્રવિણ દેવાણંદભાઇ અને કરણા દેવરખીભાઇ વારોતરીયા સામે નોંધાવી છે.

જયારે સામાપક્ષે કરણાભાઇ દેવરખીભાઇ વારોતરીયાએ પણ પોતાના તથા અન્ય પર લાકડાના ઘોકા વડે હુમલો કરી તેને માથાના ભાગે તેમજ અન્યોને મુંઢ ઇજા પહોચાડવા અંગે દેવાણંદભાઇ ગાગીયા, રાજુ દેવાણંદભાઇ અને ગોવિંદ દેવાણંદભાઇ ગાગીયા સામે ફરીયાદ નોંધાવી છે.પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અજાણ્યો માણસ સુતો હોય જેના પર પાણી છાંટવા તેમજ જુની અદાવતનો ખાર રાખી સામસામા હુમલા થયાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો