તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જામનગરમાં સરાજાહેર યુવાન ઉપર બે શખસ દ્વારા હુમલો કરાયો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચેશ્વર ટાવર વિસ્તારમાં બનેલો બનાવ: જુની માથાકૂટ કારણભૂત

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં યુવાન પર સરાજાહેર નામચીન સહિત બે શખસોએ હુમલો કરતા ચકચાર જાગી છે. યુવાન ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. હુમલા પાછળ જૂની માથાકૂટ કારણભૂતની આશંકા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. શહેરના ટ્રાકીકથી ધમધમતા પંચેશ્વર ટાવર વિસ્તારમાં બુધવારે સાંજે વંડાફળીમાં રહેતો વિપુલ સોલંકી નામનો યુવાન ચા ની હોટલે ઉભો હતો.

આ દરમ્યાન નામચીન શખસ અને તેનો પુત્ર ધસી આવ્યા હતા અને વિપુલ પર છરી અને ધોકા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતાં. આ બનાવના પગલે ભારે દોડધામ અને અફડા તફડી મચી ગઇ હતી. હુમલામાં વિપુલને ઇજા પહોંચતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...