તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જામનગરમાં ત્રણ શખ્સોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ શખ્સોએ બે યુવાન પર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો
 • જુના મનદુઃખને લઈને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું

જામનગરમાં ત્રણ શખ્સોએ યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ એક આરોપી સાથે યુવાનને થયેલ માથાકૂટને લઈને બાઈક ઉપર આવેલા શખ્સોએ છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.

બે મોટરસાઈકલ પર આવેલા ગોપાલ ગોહિલ અને તેનો ભાઈ સાહિલે મારામારી કરી

જામનગરમાં રણજીત સાગર રોડ પર સંગમ બાગ પાસે પટેલ પાર્કમાં રહેતા અને જમીન મકાન લે વેચનો ધંધો કરતા દિવ્યરાજસિંહ ચૌહાણ પોતાના ઘરે હતા. ત્યારે બે મોટરસાઈકલ પર આવેલા ગોપાલ ગોહિલ અને તેનો ભાઈ સાહિલ ગોહિલ અને કાર્યો નામના શખ્સોએ બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સો એક વ્યક્તિએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી દિવ્યરાજસિંહ તથા તેની સાથેના કરણને પણ માર મારી ઇજા પહોંચાડી હતી.

જૂની માથાકૂટ ચાલતી હોવાને લઈને હુમલો કર્યો

આ બનાવ બાદ ત્રણેય આરોપીએ મોટરસાયકલ પર પરત નાસી ગયા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર લઇ દિવ્યરાજે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ગોપાલ ગોહિલ સાથે જૂની માથાકૂટ ચાલતી હોવાથી અને આ બનાવ મનદુઃખને લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો