તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટનાથી રોષ:જામનગરમાં ગાયે ઢીંક મારતા આધેડ મહિલા બેશુદ્ધ બન્યા, સારવારમાં મોત

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિંભર તંત્ર જાગતું નથી અને શહેરીજનો રખડતા પશુઓનો ભોગ બનતા રહે છે
 • સિધ્ધનાથ સોસાયટીમાંથી ચાલીને નવાગામ જઇ રહ્યા હતાં ત્યારે બનેલી દુર્ઘટનાથી રોષ

જામનગરમાં ટ્રાફિકની સાથે-સાથે રખડતા ઢોરની સમસ્યા પણ વર્ષોથી યથાવત રહી છે. તંત્ર તરફથી દાખવવામાં આવતી ઉદાસીનતાના કારણે આ રખડતા ઢોરનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે ત્યારે તાજેતરમાં રખડતી ગાયએ ઢીંક મારતા ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું હોસ્પિટલના બિછાને મૃત્યું નિપજ્યું છે. વધુ એક નાગરિકના મૃત્યુંને લઇને શહેરમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે.

જામનગરમાં વધુ એક નાગરિકનો રખડતા ઢોરે ભોગ લીધો જેની વિગત મુજબ શહેરના કાલાવડ નાકા બહાર આવેલ તારમામદ સોસાયટી પાસેના સિધ્ધનાથ સોસાયટીમાંથી ચાલીને નવાગામ ઘર તરફ આવી રહેલા ગીતાબેન જયંતિભાઇ ડાભી (ઉ.વ.50) નામના મહિલાને જાહેર રોડ પર રખડતી ઢોરએ ઢીંક મારી પછાડી દીધા હતા. જેમાં પછડાય ગયેલા મહિલા બેશુદ્ધ થઇ જતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન મહિલાનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબજ વધી ગયો છે. લોકો અવારનવાર ગાય, બળદ વગેરે પશુઓનો ભોગ બની ઈજાગ્રસ્ત થાય છે, પરંતુ જયારે કોઈ મોતને ભેટે છે ત્યારે પણ મહાનગરપાલિકાના તંત્રની આંખ ખુલતી નથી. નિંભર તંત્રએ ઢોર માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી સમગ્ર જામનગર શહેરના લોકોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

ઢોર માલિક સામે ગુનો કેમ નહીં ?
જામનગરમાં બે વર્ષ પહેલા જ્યારે ઢોરથી મૃત્યુના કિસ્સા સામે આવ્યા હતા ત્યારે જે તે સમયના પોલીસવડા દ્વારા જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડીને જણાવવામાં આવ્યું હતું કે, જે ઢોરના હડફેટે રાહદારી મૃત્યુ પામશે તે ઢોરના માલિક સામે ગુનો નોંધવામાં આવશે. પરંતુ આ જાહેરાતનો ફિયાસ્કો થઈ ગયો હતો અને ઢોરોનો ત્રાસ જેમ પહેલા હતો તેમજ ચાલુ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો