તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જામનગરમાં આધેડને માર્ગમાં રોકી નાણાંની માંગણી કરી હુમલો, દંપતિ સામે ફરિયાદ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા આપવાની ના પાડતા ખોટા કેસમાં ફીટની ધમકી આપી, બંને સામે ગુનો નોંધાયો

જામનગરમાં આધેડને માર્ગમાં રોકી નાણાંની માંગણી કરી પતિ-પત્નીએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. રૂપિયા આપવાની ના પાડતા પતિ-પત્નીએ આધેડને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં કલ્યાણ ચોકમાં રહેતા હાકીમભાઇ અહેમદઅલી વાધેલા(ઉ.વ.49) ગત તા.19/8 ના કાલાવડ નાકા પાસેથી જતા હતા ત્યારે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા હુશેનભાઇ મોદી અને તેના પત્ની મલેકાબેન મોદી ત્યાં ઉભા હોય મલેકાબેને બળજબરીથી હાકીમભાઇને પકડી રોડની સાઇડમાં લઇ ગયા હતાં. બાદમાં પતિ-પત્નીએ હાકીમભાઇ પાસે નાણાંની માંગણી કરી હતી.

પરંતુ નાણાંની ના પાડતા પતિ-પત્નીએ ખોટા કેસમાં ફીટ કરવાન ધમકી આપી હાકીમભાઇ પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં હાકીમભાઇની બહેને કરેલો કેસ પાછો ખેંચી સમાધાન કરી લેવા પણ ધમકી આપી હતી. બનાવ અંગે હાકીમભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...