• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar, A Meeting Of The District Complaints And Coordination Committee Was Held In The Place Of The Chairman Of The District Collector

બેઠક:જામનગરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની કલેક્ટરે સમીક્ષા કરી
  • જનપ્રતિનિધિઓ તેમજ લોકોના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા અધિકારીઓને સૂચના આપાઈ

જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મૂસડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા કલેક્ટર ડો.સૌરભ પારઘીએ સૂચના આપી હતી.

જામનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની કલેક્ટરે સમીક્ષા કરી હતી અને જનપ્રતિનિધિઓ તેમજ લોકોના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના વડાઓ દ્વારા રજૂ કરાયેલી રજૂઆતો તેમજ પ્રશ્નો કલેક્ટરે સાંભળ્યા હતાં અને તે પરત્વે યોગ્ય સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એમ.પી.પંડ્યા, એ.એસ.પી. પાંડે, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...