બારોબાર ગાડી વેંચવાનું કૌભાંડ ઝડપાયું:જામનગરમાં ફોર વ્હીલરો ઉંચા ભાવે ભાડે રાખવાની લાલચ આપી બારોબાર વેંચી નાખવા મામલે એક શખ્સ ઝડપાયો, 19 ગાડીઓ જપ્ત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ફોરવ્હીલર ઉંચા ભાવે ભાડે રાખવાની લાલચ આપી અને ગાડીઓ બારોબાર વેંચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. સીટી સી પોલીસ દ્વારા 19 ગાડીઓ સાથે એક શખ્સની અટકાયત કરી છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય બે શખ્સોની પણ સંડોવણી બહાર આવી છે જેઓ હાલ ફરાર છે. જામનગરમાં કેટલાક સમયથી ફોર વ્હીલરો ઊંચા ભાવે ભાડે રાખી ગાડીઓ ફિક્સમાં ભાડે રાખવાની લાલચ આપી અને બારોબાર વેંચી મારવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું જેનો પર્દાફાશ સીટી –સી પોલીસે કર્યો હતો.

​​​​​​કૌભાંડમા સંડોવાયેલા અન્ય 2 આરોપી ફરાર જાહેર
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતોનુસાર જામનગરના મયુરનગરમા વામ્બે આવાસમા રહેતો રામ વેલશીભાઇ ગઢવી નામનો ઈસમ ગાડીઓ ફિક્સમાં રાખી બારોબાર વેંચી મારતો હતો જે અંગે સીટી – સી ડિવિઝનના સતાવાળાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાતમીના આધારે જામનગરમાં રહેતા રામ વેલસીભાઇ ગઢવી નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના કબ્જામાં રહેલી 19 ફોર વ્હીલર ગાડીઓ જપ્ત કરી છે. ઉપરાંત આ કૌભાંડમા સંડોવાયેલા અન્ય 2 આરોપીને ફરાર જાહેર કરવામા આવ્યાં છે. સીટી -સી પોલીસે આ તમામ ફોરવ્હીલરો કબ્જે કરી રામ વેલશીભાઈ ગઢવીની આકરી પુછપરછ હાથ ધરી છે. તેમજ અન્ય કેટલા શખ્સો આ કૌભાંડમાં સંડોવાયેલા છે. તેનો તાગ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...