જામનગરમાં આહીર સમાજ તથા આહિર યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાતના દિવસે સમસ્ત આહિર સમાજનું 12મું સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ ભોજનના મહાપ્રસાદ સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા લોક ડાયરાનું પર આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાપ્રસાદ બાદ રાત્રીના લોક ડાયરાનું આયોજન
મકરસંક્રાતના રાત્રીના મોટી સંખ્યામાં આહિર સમાજના જ્ઞાતિબંધુઓએ સમૂહ ભોજન મહાપ્રસાદ લીધો હતો. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બહોળી સંખ્યામાં આહિર સમાજના યુવાનો અને મહિલાઓએ બ્લડ ડોનેશન કર્યુ હતું. મહાપ્રસાદ બાદ રાત્રીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ ભજનીક બીરજુભાઈ બારોટના સંગાથે લોક ડાયરાનું ભવ્ય આયોજન થયું હતું,
મોટી સંખ્યામાં આહિરસમાજના લોકો ઉમટ્યાં
આહિર સમાજનો અગાઉ પણ 11મો સમૂહ ભોજનનો કાર્યક્રમ કર્યો હતો જેમાં જ્ઞાતિજનો અને સમાજનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આ વખતે પણ મહાસમુહ ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ તથા લોક ડાયરા સહિતના કાર્યક્રમો તેમજ જ્ઞાતિજનોના વિવિધ પ્રશ્નો તથા અભ્યાસ અર્થે જાગૃતિ માટે પણ માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2009થી ચાલુ થયેલી પરંપરા 2023 આવતા 12માં સમૂહ ભોજનના પ્રોગ્રામ માં આજે બહોળી સંખ્યામાં આહિર સમાજના યુવાનો, વડીલો, માતાઓ બહેનો ઉમટી પડ્યા હતા. જ્યારે 22થી વધુ જ્ઞાતિ બંધુઓનો સમૂહ ભોજન મહાપ્રસાદ લીધો છે જ્યારે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાત્રિના 9.00 વાગ્યા સુધી ચાલશે.
હેમંત ખવા, વિક્રમ માડમ સહિતના ઉપસ્થિત રહ્યાતેમજ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ રાખવામાં આવ્યો છે. જેમાં 251 જેટલી બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું છે. આ બંને પ્રોગ્રામો પૂર્ણ થયા બાદ લોક ડાયરાનો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં કલાકાર અને ભજનીક તરીકે બીરજુભાઈ બારોટ અને લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી હતા. લોકોએ ઉત્સાહભેર કાર્યક્રમ માણ્યો હતો તેવું આહીર સમાજના યુવા ગ્રુપના સંજય કાંબરીયા તેમજ આહીર યુવા ગ્રુપના ભાવેશ ગાગીયાએ જણાવ્યું હતું. સમસ્ત આહિર સમાજના સમુહ ભોજન જ્ઞાતિ મહાપ્રસાદમાં ધારાસભ્ય હેમંત ખવા, પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.