વિવાદ:જામનગરમાં પિતા-પુત્રએ પાડોશી પરિવાર પર હુમલો કર્યો, દરવાજા પર તલવારના ઘા ઝીંક્યા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રામેશ્વરનગરની ઘટના, મસાલા ખાઈ થૂંકવા સહિતની બાબતે બોલાચાલી થતી હતી

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં કે.પી. શાહની વાડીમાં ગાયત્રીનગરમાં રહેતાં અને સિક્યોરિટી તરીકે નોકરી કરતાં યુવાન પર પાડોશી પિતા-પુત્રએ તલવાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. બન્ને શખ્સોએ બાઇક તથા રૂમના દરવાજામાં તલવારના ઘા મારી નુકસાન કર્યાનું પણ ફરિયાદમાં જાહેર થયું છે. હુમલાની આ ઘટનાથી સમગ્ર રામેશ્વરનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં કે.પી. શાહની વાડી, ગાયત્રીનગર શેરી નં.1માં રહેતાં અને જી.આઇ.એસ.એફ.એસ.માં સિક્યોરિટી તરીકે નોકરી કરતા અનિરૂધ્ધસિંહ રઘુભા પરમાર (ઉ.વ.36) અને અનસુયાબા પર પાડોશી પ્રિયવિજયસિંહ પરાક્રમસિંહ જાડેજા અને તેના પિતા પરાક્રમસિંહ જાડેજાએ બુધવારે મોડીરાત્રે અગિયારેક વાગ્યે તલવાર લઇ ઘરે ધસી આવ્યા હતાં. જેમાં તલવાર પકડી લેતાં અનિરૂધ્ધસિંહને હાથના અંગુઠાના ભાગે તથા પરાક્રમસિંહે લાકડી વડે હુમલો કરી મૂંઢ ઇજા પહોંચાડી હતી.

જ્યારે અનસુયાબાને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બન્ને આરોપીઓએ મોટરસાઇકલ અને ઉપરના માળના રૂમના દરવાજાના ભાગે તલવારના ઘા ઝીંકી નુકસાની પહોંચાડી હતી. આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ દફતરમાં અનિરૂધ્ધસિંહે બન્ને આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 427, 452, 504, 506(2) મુજબ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ.સી.નંદા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...