તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • In Jamnagar, A Farmer's Land Worth Rs 2 Crore Was Confiscated By Three Persons. An Offense Under The Land Grabbing Act Was Registered. The Accused Occupied Six Acres Of Land And Set Up An Illegal Organization.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:જામનગરમાં ખેડૂતની પોણા બે કરોડની જમીન ત્રણ શખ્સોએ પચાવી પાડી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

જામનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છ એકર જેટલી જમીન પર આરોપીએ કબ્જો કરી ગેર કારયદેસર સંસ્થા ઉભી કરી
 • શહેરમાં એક ફરિયાદની તપાસ હજુ પૂર્ણ નથી થઇ ત્યા વધુ એક લેન્ડ ગ્રેબિંગ પ્રકરણ દફતરે પહોચ્યું

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલ એક ખેડૂતની છ એકર જેટલી ૧.૬૬ કરોડની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્રણ શખ્સોએ જમીન પચાવી પાડી એમાં પ્લોટીંગ પાડી નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી છે.

આરોપીએ કોરોડોની જમીન પચાવી પાડી દસ્તાવેજ કરી લીધોજામનગરની ભાગોળે આવેલ દરેડ ગામના લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાયેલ ફરિયાદની તપાસ હજુ અધુરી છે ત્યાં વધુ એક પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. શહેરના રણજીતનગર ખોડીયાર પાન પાસે આવેલ છ એકર જેટલી જમીન પચાવી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના હવાઇ ચોક વિસ્તારમાં પહેતા ઇકબાલ અલારખા શેખ નામના વ્યક્તિએ પોતાના મૃતક પિતા અલ્લારખા હાજી શેખની ખેતી લાયક રુપિયા ૧,૬૬,૩૨,૫૯૪ કિંમતની જમીન પચાવી પાડી તેનો દસ્તાવેજ આરોપી રાણશીભાઇ કરશનભાઇ રાજાણી (રહે-એમ.-40 બ્લોક નં.7 લાખોટામીગ કોલોની, જામનગર) નરશીભાઇ ગોપાભાઇ કાલસરીયા (રહે-પંચેશ્વરટાવર રોડ, હિમાનીશ એવન્યુ,ફલેટ નં.302 જામનગર)એ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મરણ જનાર નકા મૈયા ચારણના નામે કરી લીધો હતો.

ગેર કારયદેસર સંસ્થા ઉભી કરીજ્યારે આરોપીઓએ હરેશભાઇ લક્ષ્મીદાસ પારેખ નામનું કુલમુખત્યાર નામુ કરી આપી, તેના મારફતે નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી હતી. ત્યારબાદ આરોપી રાણસીએ ગેર કાયદેસર વેચાણ ઉભુ કરી જમીન પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. ત્યારબાદ નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશનના વહીવટદારોએ બીન ખેતી કરાવ્યા વગર અને પ્લોટીંગનો નકશો બનાવી રે.સ.નં.1223 પૈકી 1 (એકર ૬ અને ૩૪ ગુઠા) જમીનને પણ આ નકશામાં આવરી લઇ પ્લોટીગ કરી આ નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન મારફતે કબજા વગરના વેચાણ કરારથી વેચાણ કરી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો